અમદાવાદ: શહેર મહાનગરપાલિકાના કમિશનરે 8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 10 વર્ષ બાદ બજેટમાં નવા કરવેરાનો ઉમેરો કરવામાં આવ્યો છે. બજેટમાં અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મળી મોટી રાહત મળી છે. આ સાથે નવી જંત્રી પ્રમાણે 3 વર્ષ સુધી અમલ થશે નહીં. ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું છે, જેમાં કમિશનર દ્વારા વિકાસનાં કાર્યો પાછળ રૂપિયા 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. એમાં રૂ. 474 કરોડનો વધારો કરી રૂ. 3974 કરોડનાં વિકાસનાં કામો મૂકવામાં આવ્યાં છે. લોકોની સુવિધાને લઈને નવા અનેક આયોજનો મૂક્યાં છે.
કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામા આવ્યો છે.
બજેટની હાઈલાઈટ….
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી
મનપામાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહી
પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે
જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે
ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે
3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે
મનપા નવા સમાવાયેલા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો
વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા
મનપા બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને ટેક્સમાં 70% રિબેટ
2023-24માં પ્રોપર્ટી ટેક્સમાં અંશત: વધારો કરાયો
રહેઠાણ મિલકતો માટે 16 ના બદલે હવે પ્રતિ ચોરસ 20 રૂપિયા ચૂકવવા પડશે
રહેઠાણ મિલકતો માટે 16 ના બદલે હવે પ્રતિ ચોરસ 20 રૂપિયા ચૂકવવા પડશે
બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ 34 રૂપિયા ટેક્સ
પ્રોપર્ટી ટેક્સના લેટીંગ રેટના દરમાં અંશત: વધારો
બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ ફૂટ 34 રૂપિયા ટેક્સ
નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 25 કરોડ ફાળવ્યા
અસારવા-ઓમનગર રેલ્વે અંડરપાસ બનાવવાનુ આયોજન
ડાયાલીસીસ સેન્ટર બનાવવા રૂપિયા 5 કરોડની ફાળવણી