અમદાવાદ: અમદવાદ શહેરની વધુ એક એવી ઘટના સામે આવી છે જે સમગ્ર શિક્ષક જાતને હચમચાવી દેશે. અમદાવાદના ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે.જે સમગ્ર શિક્ષક જાતને હચમચાવી દેશે. અમદાવાદના ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે કિશોરના વાલીએ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે પોકસો અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાની તપાસ SCST સેલને સોંપાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચાંદખેડામાં 15 વર્ષના કિશોર સાથે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે અડપલા કર્યા છે. ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે. ગાંધીનગરમાં રહેતા ટ્યુશન ક્લાસીસના શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોક્સો અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઇ છે તેમજ પોલીસે ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરી છે.