અમદાવાદ : અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બાપુનગરમાં ખુલ્લી તલવારો સાથે પરિવાર પર હુમલો કરીને મકાન અને વાહનમાં આગચંપી કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. તલવારો સાથે હુમલાખોરોનો વીડિયો વાયરલ થતા પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ અમદાવાના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે અસામાજિક તત્વો ખુલ્લી તલવાર વડે ચાલીના એક મકાનમાં હુમલો કર્યો હતો.હુમલામાં ઘર અને વાહનને આગચંપી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
હુમલાખોરોનો જાહેર રસ્તામાં તલવારો લઈ રૌફ જમાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા બાપુનગર પોલીસે જાહેરમાં સ્ટંટ કરી વીડિયો બનાવવા બદલ ફરિયાદ નોંધી છે. આ ઘટના 9 ફેબ્રુઆરીની હોવાની ચર્ચા છે.