અમદાવાદ : ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક નેતા અને પત્રકારોએ મળી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી. ત્યાર બાદ બે પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધા હતા. એમાં એફિડેવિટ વાઈરલ કરવાની અને એફિડેવિટ ન્યૂઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. ન્યૂઝ મીડિયામાં આવી જાય પછી બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા કાવતરું રચ્યું હતું.
આપને જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ દુષ્કર્મનું ખોટુ સોગંદનામુ બનાવી બે પત્રકારો કાર્તિક જાની અને આશુતોષે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે ગુજરાત ATS એ તપાસ કરતા હવે આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે.