અમદાવાદ : તમારા ઘરની આસપાસ ઘણા દિવસોથી કોઈ અજાણ્યાં વાહનો પડી રહ્યાં હોય છે. તમને કોઈ વાહન પર શંકા હોય છે. તો તમે તાત્કાલિક તેની તસવીર પાડીને અમદાવાદ ટ્રાફિક પોલીસ કે અમદાવાદ શહેર પોલીસને ટેગ કરીને લોકેશન મોકલી શકો છો. બસ આટલું કરવાથી પોલીસ તાત્કાલિક આવીને આવાં વાહનો ડિટેઈન કરી લેશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બિનવારસી પડેલાં વાહનોને ડિટેઇન કરવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી છે.
હેલ્લો અમદાવાદ…. ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસી વાહનો કબજે લેવાની ડ્રાઇવ શરુ કરવામાં આવેલ છે. આપની આસપાસના વિસ્તારમાં આવા કોઇ વાહનો હોય તો અમને કમેન્ટમાં અથવા મેસેજમાં ફોટોગ્રાફ અને લોકેશન મોકલી આપવી વિનંતી.@sanghaviharsh @GujaratPolice @SafinHasan_IPS
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 13, 2023
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આજથી એક અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પોલીસે હવે અમદાવાદમાં બિનવારસી વાહનો પડ્યા હશે તો તેને ઉપાડી લેવાની જાહેરાત કરી છે. તેની સાથે લોકોને અપીલ પણ કરી છે કે તેઓ આવા કોઈ વાહન દેખાય તો પોલીસને તાત્કાલિક જાણ કરે. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી છે.
આજથી શરૂ થયેલી આ ટ્રાફિક ડ્રાઈવમાં સોશિયલ મીડિયા મારફતે મળેલી માહિતીને પણ મહત્ત્વ આપીને તેમાં કાર્યવાહી કરવાની તૈયારીઓ કરાઈ છે અને આગામી સમયમાં આખા શહેરમાં આ પ્રકારની ડ્રાઇવ યોજાશે. શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગને સમસ્યાને લઈને ખાસ વાહનો ડિટેઇન કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ હવે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.