35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

કોરોના વડોદરા LIVE: 24 કલાકમાં નવા 13 કેસ, વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, એક્ટિવ કેસનો આંક ઘટીને 25 થયો

Share

વડોદરા2 કલાક પહેલા

કૉપી લિંકએક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 25 થઇ ગઇ છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar

એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 25 થઇ ગઇ છે(ફાઈલ તસવીર)

કોરોનાની ત્રણેય લહેરમાં મળીને કુલ 756 લોકોએ જીવ ગૂમાવ્યો છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,869 પર પહોંચી ગઇ છે. વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં કુલ 1,33,088 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 756 પર પહોંચ્યો છે. જોકે, છેલ્લા 11 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી.

વેન્ટિલેટર પર 1 અને ઓક્સિજન પર 3 દર્દીવડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 25 થઇ ગઇ હતી. હાલમાં વેન્ટિલેટર પર 1 દર્દી સારવાર લઇ રહ્યો છે અને 3 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 20 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 52 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયાવડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સુદામાપુરી, નવીધરતી, અકોટા, બાપોદ, ગોત્રી, દિવાળીપુરા, સુભાનપુરા અને નવાયાર્ડ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસવડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 0 કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 3 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles