અમદાવાદ : ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર એ છે કે વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર એક નવી જાહેરાતની તૈયારી કરી રહી છે. જંત્રી વધતાં આમ સરકાર પર પડેલો બોજ ઘટાડવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં અને રજિસ્ટ્રેશન ફીમાં આંશિક રાહત આપે તેવી શક્યતા છે. રાજ્યમાં 15મી એપ્રિલથી જંત્રીના દરોમાં બમણો વધારો થઈ રહ્યો છે. હવે સરકાર ગુજરાતીઓને મોટી રાહત આપે તેવી સંભાવના છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ મિલકતોની સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં ઘટાડો થાય તેવા એંધાણ છે. મહારાષ્ટ્ર સરકારની પેટર્ન પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં 25 થી 25 ટકા સુધીનો ઘટાડો થાય તે માટે વિચારણા થઈ રહી છે. નાણામંત્રી તેમના ફાઈનાન્સ બીલમાં તેની જોગવાઈ કરી શકે છે.સરકાર જો સ્ટેમ્પડયુટીના દરોમાં ઘટાડો કરે તો રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા બીજા 280 જેટલા ઉદ્યોગોને પણ રાહત મળી શકે છે.
ગુજરાતમાં હાલમાં મિલકત નોંધણી પર 4.9 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકા નોંધણી ફી છે. જોકે મહિલા ખરીદાર હોય તો તેમને એક ટકાની છૂટ આપવામાં આવે છે. જંત્રીના દરો વધી રહ્યા છે ત્યારે બિલ્ડર જૂથે ફરીથી બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં ઘટાડો કરવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે.