અમદાવાદ: અમદાવાદમાં સીટીએમ બ્રિજ પરથી 12 વર્ષનાં બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સદનસીબે ટ્રાફિક જવાન અને આસપાસનાં લોકોએ તેને બચાવી લીધો છે. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બાળકને સમજાવ્યો છે. આ વિદ્યાર્થીના આપઘાતના કારણની પોલીસ તપાસ કરી રહી છે. આ અગાઉ પણ એક યુવતીએ આ બ્રિજ પરથી પડતું મુકીને આપઘાત કર્યો હતો.
આપને જણાવીએ કે, થોડા દિવસ પહેલા પણ અમદાવાદના સીટીએમ ઓવરબ્રિજ પરથી ગત 6 ફેબ્રુઆરીએ યુવતીએ બપોરના સુમારે એકા એક છલાંગ લગાવી દીધી હતી. સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતી દ્વારા છલાંગ લગાવતા અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરતા સમગ્રે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.