અમદાવાદ : જે વાહનચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ઇ-મેમો નથી ભર્યો. તેવા વાહન ચાલકો વિરુદ્ધ અમદાવાદ પોલીસે તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. પોલીસના એક અંદાજ મુજબ 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે. અમદાવાદ પોલીસે જે વાહન ચાલકોને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમને દંડ ભર્યો નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી RTO ઓફિસમાં મોકલી આપી છે. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. આવા વાહનચાલકો વિરુદ્ધ RTO લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.આ અગાઉ અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયામા આવ્યા હતા.
અમદાવાદ RTO સૂત્રો મુજબ મોતના અકસ્માત, હિટ એન્ડ રન, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ જેવા ગુના અને અન્ય ટ્રાફિક નિયમને લગતા ગુનામાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્રક્રિયામા જે લોકોનું લાયસન્સ રદ થશે તે લાયસન્સ 6 મહિના માટે રદ થશે અને તે 6 મહિના સુધી નિયમ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવી ન શકે અને જો તેમ કરે તો તેની સામે અન્ય કાયદાકીય પ્રક્રિયા થશે.