અમદાવાદ : શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસને યોગ્ય બાતમી મળતા પોલીસની ટીમ લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી 89થી કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા. પોલીસે આ જુગારીઓની અટકાયત કરીને તેમની પાસેથી 150થી વધુ મોબાઈલ ફોન કબજે લીધા હતા અને તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.
એલિસબ્રિજ વિસ્તારમાં પ્રિતમનગર પાસે રહેતા વણિક પરિવારમાં દીકરાનાં લગ્ન હતાં. લગ્નના એક દિવસ પહેલાંના પ્રસંગમાં વરરાજાના મિત્ર અને મહેમાનો ભેગા મળીને જુગાર રમતા હતા, ત્યારે પોલીસે રેડ કરીને તમામને ઝડપી લીધા છે. આવતીકાલે વરરાજાના લગ્ન છે ત્યારે તેના મિત્રો હાલ પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે.