33.9 C
Gujarat
Friday, October 25, 2024

નિર્ણયનગરમાં એક જાગૃત નાગરિકે શૈક્ષણિક સ્કૂલ દ્વારા ગેરકાયદે કબજે કરાયેલ ફૂટપાથ મહામહેનતે છોડાવી

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની બોલબાલા તો ખૂબ જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સત્તાધારી પક્ષના લોકો એકબીજાની મીલીભગત હોવાથી તે બહાર આવતો નથી. જયારે સામાન્ય નાગરિકો પોતે પોતાની જાગૃતતા બતાવતા નથી, ત્યારે જાગૃત નાગરિકો કે સામાજીક આગેવાનોએ લોકોની સમસ્યાઓ માટે આગળ આવવું પડે છે.

વાત એમ છે કે નિર્ણયનગર વિસ્તારમાં અર્જુન આશ્રમ જવાના રોડ પર ખાનગી શૈક્ષણિક સ્કૂલ દ્વારા રોડ પરની ફૂટપાથ પર લોખંડની પાઇપો નાખીને સિમેન્ટિંગ કરાવી ફિક્સ કરાવી દીધી હતી.મતલબ કોર્પોરેશનની ફૂટપાથ પર ગેરકાયદે કબ્જો મેળવી લીધો હતો, જેના કારણે લોકોને રોડ પર ચાલવાની ફરજ પડતી હતી. શરૂઆતમાં આ બાબતે આજુબાજુની સોસાયટીઓ દ્વારા ગણગણાટ થયો, પરંતુ શૈક્ષણિક સ્કૂલ મોટા ગજાના લોકોનું હતું જેથી કોઈની પીપુડી વાગી નહિ, આમેય મ્યુ કોર્પોરેશન જ્યાં વહીવટ કે મલાઈની વાત આવે ત્યાં આંખ આડા કાન કરતુ હોય છે જે જગજાહેર છે.વાત અહીં અટકતી નથી, પરંતુ અહીંથી શરૂઆત થાય છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા બનાવેલ ફૂટપાથના ગેરકાયદે કબજા બાબત એક જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેઓએ સૌપ્રથમ તો ટોલ ફ્રી નંબર ફરિયાદ કરી, પરંતુ ટોલ ફ્રી નંબર તેની છાપ મુજબ ફરિયાદનું નિરાકરણ લાવ્યા વગર જ બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને આ બાબત જણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પરંતુ દબાણ ખાતાના જવાબદાર અધિકારીઓની મીલી ભગતના કારણે ફરિયાદને ધ્યાને લેવામાં આવી નહી.

આખરે આ જાગૃત નાગરિકે સમગ્ર મામલે કમિશ્નરશ્રીની મુલાકાત લઇ ઉપરોક્ત બાબત કમિશ્નરશ્રીને જણાવતા તેઓએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશ્નરને મળવાનું જણાવતા, તેઓએ તાત્કાલિક પશ્ચિમ ઝોનના દબાણ ખાતાને આ બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કરતા આખરે દબાણની ગાડી સાથેનો કાફલો નિર્ણયનગર ખાતે આવી પહોંચ્યો હતો અને ફૂટપાથ ઉપર લાગેલી પાઇપોને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી હતી અને ફૂટપાથ આમ જનતા માટે ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે જાગૃત નાગરિક પિયુષભાઇ સુથાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કાયદેસરનું કામ કરાવવા માટે હું કર્મચારીઓ-અધિકારીઓ પાછળ પાછળ ફર્યો. પરંતુ તેઓના દ્વારા દર વખતે કંઈકને કંઈક બહાના કરવામાં આવતા નાછૂટકે કમિશ્નરશ્રીને મળવું પડ્યું.તેઓએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કર્મચારીઓ-અધિકારીઓ અમદાવાદમાં આવી અનેક જગ્યાઓ છે કે દબાણકર્તા લોકો માટે ગુલામ બનીને જ નોકરી કરતા હોય એવું લાગ્યું. આમ જનતા માટે નોકરી કરતા હોય એવું એક પણ લક્ષણ દેખાયું ન હતું.

અંતમાં તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારે કોઇ સમસ્યા હોય તો તમે પણ આગળ આવો અને રજુઆત કરો, ના સાંભળે તો ઉપરી અધિકારીઓ સુધી જાઓ પરંતુ સૌ એ એક થઇ આગળ આવવું જોઈએ.તેઓએ સમગ્ર મામલે કાર્યવાહી કરવા બદલ અમદાવાદ મ્યુ કમિશ્નરશ્રી અને ડે મ્યુ કમિશ્નરશ્રીનો આભાર માન્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles