29.4 C
Gujarat
Friday, September 13, 2024

અમદાવાદના યુવા IPSની કાલુપુર રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ વિઝિટ, ગેરવર્તણૂક ન કરવા રિક્ષાચાલકોને સમજાવ્યા

Share

અમદાવાદ : શહેરના ભરચક અને રાતે પણ જાગતો એવા કાલુપુર વિસ્તારમાં ટ્રાફિક પૂર્વ DCP સફિન હસન સાદાં કપડાંમાં સરપ્રાઈઝ વિઝિટ માટે આવ્યા હતા. રાતે 4 કલાક જેટલો સમય રિક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી હતી. આ સાથે મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે તે માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.ટ્રાફિક પૂર્વ DCP સફિન હસન પાસે ઝોન-3 DCPનો પણ ચાર્જ છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે. આ અંગેની જાણ થતાં DCP સફિન હસન સરપ્રાઈઝ વિઝિટ માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. DCP પહોંચતાં ઝોન-3 LCB અને કાલુપુર ચોકી તથા કાલુપુર પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ પણ પહોંચી હતી.

કાલુપુર રેલવે સ્ટેશન ખાતે રાતે 11:15 વાગ્યાથી 3 વાગ્યા સુધી ડ્રાઈવ યોજી હતી, જેમાં DCP સફિન હસન 4 કલાક ખડેપગે હાજર રહ્યા હતા. તેમણે ટીમ સાથે મળીને રિક્ષાચાલક અને રિક્ષાને તપાસી હતી. તમામ રિક્ષાચાલકનાં લાઇસન્સ પણ તપાસ્યા હતા. મુસાફરો સાથે કોઈ ગેરવર્તૂણક ના કરે એ માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.પોલીસની આ કામગીરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles