35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી

Share

સુરત3 કલાક પહેલા

કૉપી લિંકપ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દુકાનની પાછળની બારીમાંથી ઘૂસતો ચોર સીસી કેમેરામાં કેદ

ગોડાદરા-પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે ચોર પાઈપ મારફતે ચોથા માળે ચઢી એક દુકાનમાંથી સાડી-કુર્તી અને બીજી દુકાનમાંથી પાવર બેંક મળી કુલ 48 હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તાલુકાના પીંપરી ગામના વતની નીલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ પરવત ગામમાં સિલિકોન ફ્લેટ પાસે આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.

તેઓ કાપડનો વેપાર કરે છે. ગોડાદરા- પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ત્રીજા માળે તેમની સાડી-કુર્તી અને ડ્રેસ મટેરીયલ્સની દુકાન છે. શુક્રવારે સાંજે તેઓએ દુકાન બંધ કરી હતી. શનિવારે તેમને ત્યાં નોકરી કરતી યુવતી આવી ત્યારે ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ છે.

તસ્કર તેમની દુકાનની પાછળ આવેલ બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. તસ્કર પાછળના ભાગેથી પાઈપની મદદથી બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. દુકાનમાંથી સાડીઓ અને કુર્તી મળીને કુલ ૪૭ હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો.

તસ્કર મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે પણ એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. ત્યાંથી પાવર બેંક ચોરી કરી હતી. તસ્કરે કુલ 48 હજાર રૂપિયાની ચોરી કરી હતી. તસ્કર સીસી કેમેરામાં ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. નીલેશભાઈ પાટીલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles