અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે. જેમાં ખાસ કરીને ચાર રસ્તા ઉપર ટ્રાફિક વધુ થતો હોય છે. ડાબી તરફ જવા માટે રસ્તો ખુલ્લો હોવો જોઈએ પરંતુ આ ડાબી તરફનો રસ્તો ખુલ્લો હતો નથી. જેના કારણે સિગ્નલ પર ઉભેલા વાહનોની લાંબી કતાર લાગી જાય છે. ત્યારે આવા શહેરમાં 16 જેટલા ટ્રાફિક સિગ્નલ છે. જ્યાં લેફ્ટ ટર્ન ફ્રી આગામી દિવસોમાં કરવામાં આવશે.
એક રિપોર્ટ મુજબ હાલમાં અમદાવાદમાં જે 16 સિગ્નલ લેફ્ટ-ફ્રી પસંદ કરાયા છે તેમાં કેશવબાગ, સત્તાધાર, પ્રભાત ચોક, ઇન્કમટેક્સ, સરદાર પટેલ બાવળું, દુધેશ્વર, સ્ટેડિયમ, ડફનાળા, ઉમિયા હોલ, નહેરુનગર, ગીતાબેન રાંભિયા સર્કલ, આંબાવાડી, વિજય ચાર રસ્તા, ન્યુ સીજી રોડ, કાગડાપીઠ પો.સ્ટેશન અને ફૂટબોલ ગ્રાઉન્ડનો સમાવેશ કરાયો છે. જોઇએ હવે અમદાવાદીઓ લેફ્ટને કેટલો ફ્રી રહેવા દે છે. લોકોનું માનવું છે કે લેફ્ટ બ્લોક કરનારાને મેમો શરુ કરી દેવાય તો તે સમસ્યા ઝડપથી નીવારી શકાશે.