મુંબઈ : અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના પ્રહાર બાદ ઘણા દિવસ પછી બુધવારે અદાણી ગ્રુપના શેરોએ જબરદસ્ત વાપસી કરી છે. આજે બજારમાં અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રુપના સ્ટોક્સ લીડ સાથે ખુલ્યા છે. શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1549.90 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. અદાણી ગ્રુપના તમામ શેરોમાં સવારથી જ તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સવારે 1424ના સ્તરે ખુલ્યો હતો. આજે અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રુપના શેરોમાં તેજીના પગલે રોકાણકારો ગદગદ છે. જે શેરોમાં અત્યાર સુધી વેચાવલી જોવા મળી રહી હતી તેમાં હવે રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે.
બીજી બાજુ અદાણી પાવરના શેરમાં આજે પણ લીડ જોવા મળી રહી છે. આ શેર આજે અપર સર્કિટ પર લાગ્યો છે. પાંચ ટકાની લીડ સાથે તે 153.60ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને પર લગભગ 5 ટકાના વધારા સાથે NSE અને BSE અનુક્રમે 153.60 અને 153.75 પર ટ્રેડ કરી રહ્યો છે. તેનું માર્કેટ કેપ રૂ. 59. 24 હજાર કરોડ છે.