35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, હવે રાત્રીના 10 વાગ્યા બાદ ખાનગી બસોને અપાશે પ્રવેશ

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પણ થોડા સમય અગાઉ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરમાં બસને પ્રવેશવા દેવાના સમયમાં ફેરફાર કરવાની માંગણી હતી જેને લઈને ટ્રાવેલ્સ એસોસિએશન અને પોલીસ વચ્ચે બેઠક થઈ હતી જે બાદ પોલીસ દ્વારા 33 પેસેન્જરની ક્ષમતા સુધીના વાહનને રાતે 11ની જગ્યાએ 10 વાગે પ્રવેશવા દેવા 1 મહિના માટે જાહેરનામું કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં મુજબ રાત્રીના 10 વાગ્યા પછીથી શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાહનોને પ્રવેશ અપાશે. પ્રાયોગિક ધોરણે એક મહિના સુધીનું જાહેરનામું બહાર પાડી ટ્રાફિક મોનીટરીંગ કરાશે. ટ્રાફિક સમસ્યા નહિ નડે તો પોલીસ જાહેરનામું કાયમી કરવાની વિચારણા કરશે. આ જાહેરનામાના કારણે બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેર કમિશનર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles