અમદાવાદ : અમદાવાદમાં શહેરની સુપર કોપ ગણાતા ઝોન-1 DCP ડો. લવીના સિંહાએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી હતી. તેમની સાથે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાકર્મીઓ પણ સામાન્ય યુવતીઓની માફક આ જોડાઈ હતી. તેમણે મહિલાઓને પડતી તકલીફને જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં AMTS તથા BRTS બસમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનમાં પણ સફર કરી હતી. આ સાથે જ તેમણે એક નવો પ્રયોગ કરીને આવારાતત્વોને પકડવા નવો પ્રયોગ કર્યો હતો. જોકે, આ દરમિયાન પોલીસ વેશપલ્ટો કરીને પોલીસની મહિલા ટીમ ગઈ હોવા છતાં કોઈએ પણ કોઈ યુવતી કે સ્ટુડન્ટની છેડતી કરી ન હતી.
ઝોન-1 ડીસીપી ડો. લવીના સિંહા સહીત ટીમ દ્વારા અમદાવાદની પબ્લિક ટ્રાન્સપોર્ટ એવી AMTS, BRTS અને METRO માં વેશપલ્ટો કરીને સફર કરી વિદ્યાર્થિની-યુવતીઓની સાથે છેડતી કે અન્ય ખરાબ વર્તન વગેરે પરિસ્થિતિ તેઓની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી.પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતી મહિલાઓની સ્થિતિ જાણવા અને તેમને પડતી મુશ્કેલીઓનો કઈ રીતે મદદ કરી શકાય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.જો કે, આ દરમિયાન તેમની બંને ટીમને આવો કોઈ દુઃખદ અનુભવ થયો ન હતો.ઝોન-1 ડીસીપી સહીત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા AMTS, BRTS અને METRO માં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તેવા જગ્યાએ યુવતીઓ સૌથી વધુ છેડતીનો કે ગંદા સ્પર્શનો ભોગ બનતી હોય છે. પણ આ માટે હવે ખરેખર શું પરિસ્થિતિ છે તેનાથી વાકેફ થવા માટે અમદાવાદ શહેરના ઝોન-1 ડીસીપી લવિના સિન્હા તેમની પોલીસ ફોર્સની મહિલાની ખાસ ચૂનંદા ટીમ લઈને કલાકો સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરી હતી.આગામી દિવસોમાં અમે આ પ્રકારે સરપ્રાઈઝ ચેકીંગ ચાલુ જ રહેશે. કોઈપણ મહિલાને કોઈપણ જાતની ફરિયાદ હોય તો સીધો અમારો સંપર્ક કરી શકે છે. અમારી ટીમ તેમની સાથે મદદ માટે હાજર રહેશે.