16.5 C
Gujarat
Sunday, December 8, 2024

નારણપુરામાં ઉત્સવ જેવો માહોલ, હાઉસિંંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે આ સોસાયટીઓમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં રિડેવલપમેન્ટ માટે હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે. આગામી સમયમાં મધ્યમ વર્ગ માટે ગુજરાત હાઉસિંંગ બોર્ડના વધુ 652 નવા મકાનો બની શકે છે. આમ છેલ્લાં કેટલાંય વર્ષોથી ઠપ્પ થઇ ગયેલી રીડેવલપમેન્ટ યોજના હવે ગતિ પકડી રહી છે.

રવિવારે પ્રકાશિત ટેન્ડર મુજબ નારણપુરામાં શાસ્ત્રીનગર એપાર્ટમેન્ટ 24 ફલેટ (M 5 Block 22-24), શાસ્ત્રીનગર એપાર્ટમેન્ટ 48 ફલેટ (M 5 Block 40-45), શાસ્ત્રીનગર એપાર્ટમેન્ટ 96 ફલેટ (M 5 Block 25-36), અભિષેક એપાર્ટમેન્ટ 64 ફલેટ, સૂર્યા એપાર્ટમેન્ટ(1) 120 ફલેટ, નિર્મલ એપાર્ટમેન્ટ 300 ફલેટની રિડેવલપમેન્ટ માટે અરજીથી લઇ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

હાઉસીંગ બોર્ડ સક્રિય થતા છેલ્લાં કેટલાંય વર્ષોથી ઠપ્પ થઇ ગયેલી રીડેવલપમેન્ટ યોજના હવે ગતિ પકડી રહી છે. જે તે સોસાયટીઓમાં જે સભ્યો અસંમત થયા છે તેવા 50 થી વધુ રહીશોને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા ઇવીકશન (ખાલી/કબ્જાે મકાનનો લેવાની)ની નોટિસો ફટકારવામાં આવી છે.આ સિવાય હાઉસીંગની ચાર સોસાયટીઓમાં બંને પક્ષ સંમંત થઇ જતાં હાલ મકાન ખાલી કરવાની કામગીરી શરૂ થવા પામી છે. જ્યારે બાકીના ચાર સોસાયટીઓમાં ટેન્ડરની અવધિ પૂર્ણતાના આરે હોવાથી આગળની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે.

નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) દ્વારા સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને આવકારતા હાઉસિંગ બોર્ડના રિડેવલપમેન્ટ માટે સરકારી રિડેવલપમેન્ટ પોલીસી મુજબ સરકાર દ્વારા પ્રગતિ કરી ટેન્ડરોને અગ્રીમ હરોળમાં લઇ પૂર્ણ કરવાના પ્રયત્નોમાં બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે અને અમારા હાઉસીંગના રહીશો માટે સંતોષ જનક કામગીરી બદલ અમો ધારાસભ્ય તરીકે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ…

ટેન્ડર પ્રક્રિયાને લઈને હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન શું કહે છે…
દેશનાં ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાનાં સાંસદસભ્ય, તથા નારણપુરા વિસ્તારના રહીશોના લોકલાડીલા એવા અમિતભાઈ શાહ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલના અંગત પ્રયત્ન અને માર્ગદર્શનથી તથા હાઉસીંગ બોર્ડના કમિશ્નર તથા અન્ય સ્ટાફના અવિરત પ્રયાસોથી ગુજરાત હાઉસીંગ બોર્ડની સમગ્ર ગુજરાત તથા નારણપુરા વિસ્તારના રહીશોના જૂના અને જર્જરિત મકાનો માટે રીડેવલોપમેન્ટની પોલીસીમાં જે પ્રજાલક્ષી ફેરફારો કર્યા છે અને તેના કારણે નારણપુરાની અનેક હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં હાલ રીડેવલોપમેન્ટની કામગીરી ચાલુ છે તેમજ ઘણી યોજનાના ટેન્ડર પ્રકાશિત થયેલ છે તેનાંથી હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં અને નારણપુરા વિસ્તારમાં ટૂંક સમયમાં લોકોને નવા ઘરના સપના સાકાર થતા આનંદ અને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને નારણપુરા વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે તે બદલ હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા લાખો રહીશો વતી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માને છે.

ટેન્ડર પ્રક્રિયાને લઈને ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ શું કહે છે…
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રવિવારે 7 જેટલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને અમો આવકારીએ છીએ.પરંતુ સાથો સાથ અમો સરકારને જણાવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કાયમી કમિશ્નર અને કાયમી ચેરમેન ન હોવાથી.જે સમયે કામ થવું જોઈએ તે થતું નથી અને વહીવટી પ્રક્રિયાતેના કારણે વિલંબ થાય છે અને તે કારણે ડેવલપર ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા ખચકાય છે.તો પ્રથમ કાયમી ધોરણે કમિશનર અને ચેરમેન અને સભ્યોની નિમણુંક કરવામાં આવે તો વહીવટી પ્રક્રિયાનો વિલંબ દૂર થાય અને રિડેવલપમેન્ટની અડચણો ઝડપથી દૂર થાય તથા દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બને તેવી માંગણી તમામ એસોસિયેશન અને રહિશોની છે અને તે બાબતે ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ તે બાબતે સક્રિય છે અને સરકારમાં તે બાબતે અસરકારક રજૂઆત કરી રહ્યા છીએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles