અમદાવાદ : શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે અનેક ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં મહિલા પોલીસ ‘SHE TEAM’ દ્વારા સાદા ડ્રેસમાં AMTS, BRTS અને METRO માં સફર કરી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું, ત્યારબાદ રિવરફ્રન્ટ ખાતે ખાનગી ડ્રેસમાં પેટ્રોલીંગ દરમ્યાન ‘SHE TEAM’ ત્રણ રોમિયોને દબોચી લીધા હતા. જે બાદ અમદાવાદ શહેરની પોલીસ મહિલા SHE TEAM ની કામગીરીથી અમદાવાદવાસીઓ એમાંય ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ ખુબ ખુશ થયા છે.
હાલ અમદાવાદમાં મહિલા સશક્તિકરણ પખવાડિયુ ચાલી રહ્યુ છે.ઝોન-1 ડીસીપીએ રચેલી SHE TEAM ખાનગી ડ્રેસમાં ફરીને શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ થતી મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવામાં આવી રહી છે. ગઈકાલે રિવરફ્રન્ટ ખાતે ખાનગી ડ્રેસમાં પેટ્રોલીંગ દરમ્યાન ‘SHE TEAM’ ત્રણ રોમિયોને દબોચી લીધા હતા.આ કામગીરીના કારણે રિવરફ્રન્ટ સહીત જાહેર સ્થળોએ ફરતી યુવતીઓ, મહિલાઓને સુરક્ષિતતા અનુભવાઇ રહી છે.સાથે SHE TEAM દ્વારા અવેરનેસ કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં નાગરિકોને મહિલા મદદ પણ કરી રહી છે.