અમદાવાદ : અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયારે અમદાવાદની અનેક ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક-યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે ઝૂમ્યાં હતાં. જ્યારે મોટી સોસાયટીઓમાં યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું.
અમદાવાદમાં આજે ધુળેટીની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. એમાં પણ યુવાનોમાં સવારથી જ ધુળેટીનો ઉત્સાહ છે. ત્યારે શહેરમાં 150 કરતાં પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મહાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ રહેશે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પાર્ટીનાં આયોજન કરાયાં છે. જ્યારે બીજી બાજુ, શહેરની નાની મોટી સોસાયટીઓમાં પણ યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું.