અમદાવાદ : AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મંગળવારે જાહેરમાં કચરો અને ગંદકી કરનારા પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને દુકાનોને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મંગળવારે જાહેરમાં કચરો અને ગંદકી કરનારા મણિનગરમાં છાસવાલા સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે. 33000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જાહેરમાં કચરો, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે છેલ્લા એક અઠવાડિયામાં 234 જગ્યાઓએ ચેકિંગ કરી અને 116 જેટલી દુકાનો અને પાનના ગલ્લાઓ વગેરે ને નોટીસ આપવામાં આવી હતી. 17900નો દંડ વસુલ કર્યો હતો.
સીલ કરેલી જગ્યા
છાસવાલા- મણિનગર
હોટલ સિલ્વર સ્પ્રિંગ- દાણીલીમડા
ગાયત્રી પસ્તી ભંડાર- ખોખરા
જનતા ટ્રેડર્સ- ઇન્દ્રપુરી
શ્રી હરસિદ્ધ મેડિકલ- ઇસનપુર
ધનરાજ ઓટો મોબાઇલ્સ-ઇસનપુર
શુભ લક્ષ્મી જનરલ સ્ટોર્સ- ઇસનપુર
નોબલ પાન પાર્લર- બહેરામપુરા
ગુજરાત ટી સ્ટોલ-બહેરામપુરા
બાર્સેલોના હાઉસ- બહેરામપુરા