વડોદરા : ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની રકમ મેળવવા માટે વ્યક્તિને દવાખાનામાં દાખલ કરવો પડશે કે પછી 24 કલાક સુધી એ દર્દી હોસ્પિટલમાં દેખરેખમાં હોવો જોઇએ તેવું જરુરી નથી. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે મેડિક્લેમ કરનારી કંપનીને દર્દીને પૈસા આપવા માટે આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝુમર ફોરમમાં એક મેડિક્લેમ કરી આપતી કંપનીના વિરોધમાં ફરિયાદ કરી હતી. જોશીએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઇટિસ થયો હતો. તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરોની સારવાર બાદ બીજા દિવસે જોશીની પત્નીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. જોશીએ ઈન્શ્યોરન્સ કંપની સાથે 44468 રૂપિયાની ચુકવણી માંગી.પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી જોશીને ચુકવણી કરવાનો ઈનકાર કરી દીધો. તેના વિરૂદ્ધ જોશીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીએ તર્ક આપ્યો કે દર્દી સતત 24 કલાક સુધી ભરતી નથી થવાના કારણે ક્લેમ સેટલ નથી કરવામાં આવ્યો.
જોશીએ કન્ઝ્યુમર ફોરમના સામે પોતાના દસ્તાવેજ મુકીને પૈસા અપાવવાની માંગ કરી હતી. જોશીએ દાવો કર્યો કે તેની પત્નીને 24 નવેમ્બર 2016ની સાંજે 5.38 પર ભરતી કરવામાં આવ્યા હતા. તેમને બીજા દિવસે 25 નવેમ્બર 2016એ સાંજે 6.30 વાગ્યે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા
ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું કે તે માની લેવામાં આવશે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે મેડિકલ ઈન્શ્યોરન્સનો ક્લેમ મેળવવાનો હકદાર છે. આધુનિક યુગમાં સારવાર માટે નવી નવી રીત અને દવાઓ વિકસિત થઈ ગઈ છે. એવામાં ડોક્ટર તેના જ અનુસાર સારવાર કરે છે.