અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મી શનિવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. શનિવાર અને રવિવારના આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ સંમેલનો, બેઠકોમાં ઉપસ્થિત રહેશે સાથે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટના ઉદ્ધાટન પણ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અમિતશાહની ગુજરાત મુલાકાત…
શનિવાર…
શનિવારે સવારે શાહ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક I ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં હાજરી આપશે.
ગૃહમંત્રી બાદમાં ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં હાજરી આપશે.
શાહ બાદમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે મફત ભોજન અભિયાનનો પ્રારંભ કરશે
નારદીપુર તળાવનું ઉદ્ઘાટન કરશે અને વાસણ તળાવ અને કલોલના અન્ય વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઈ-ઉદઘાટન કરશે.
વડોદરામાં એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે સાંજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
અમદાવાદમાં રાણીપ ખાતે સ્વામિનારાયણ પાર્ક ખાતે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
રવિવાર…
રવિવારે જૂનાગઢના APMC દોલતપરા ખાતે કૃષિ શિબિરમાં ગૃહમંત્રી જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે.
શાહ બાદમાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરીને વિવિધ વિકાસ કાર્યોનું ઈ-ઉદઘાટન કરશે.
શાહની ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂર્ણ થશે.