અમદાવાદ : ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ, હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ગાયની અંદર 33 કરોડ દેવો અને દેવીઓનો વાસ માનવામાં આવે છે, જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તેના જીવનમાં શુભ પરિણામ મળે છે.આજે વાત કરીશું એવા ગ્રુપની જેઓ છેલ્લા 22 મહિનાઓથી અવિરત ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવી અનોખી જીવદયા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલ જય ગૌ માતા સેવા ગ્રુપના ફાઉન્ડર સમીર શાહે જણાવ્યું હતું કે, અમારું ગ્રૂપ છેલ્લા 22 મહીનાથી કાર્યરત છે, ગ્રુપના અન્ય સભ્યો પૂર્વાગ ઠાકર, અમીત ત્રિવેદી,ગોવિંદ મિશ્રા સહિતના અનેક મિત્રો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય અમારા ગ્રુપ દ્વારા આશ્રય-9 સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવીએ છીએ.અમારે કોઈક વાર બહાર જવાનું થાય અથવા અંબાજી જવાનું થાય તો અમે સેવાકાર્ય થોડુ વહેલું કરીયે છે અને આમ તો અમારુ કાયઁ કરવાનો ટાઈમ રાત્રે 9-00 વાગે કરીએ છે.
માં અંબાના ભક્ત સમીર શાહ વધુમાં જણાવે છે કે અબોલા પશુઓને સવારે તો બધા ખવડાવે છે પરંતુ રાત્રે અબોલ પશુઓને ભોજન મળવું મુશ્કેલ બની જાય છે એટલે અમે આ સેવાકાર્ય રાતે જ કરીએ છીએ. શરૂઆતમાં એક નાની રકમથી આ ગ્રુપ શરૂ કર્યું હતું, માં અંબાએ હજુ સુધી કોઈની પાસે માંગવું પડ્યું નથી. આ પ્રસંગે તેઓએ સર્વે દાતાશ્રીઓનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો.
તાજેતરમાં ગુજરાતના ખેરાલુ વિધાનસભાના ધારાસભ્યએ પણ ગ્રુપની સેવાકાર્યની નોંધ લઇ સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યું હતું. માણસ તો માગીને ખાઈ લેશે પરંતુ મુગા પશુ બોલતા નથી…તો આવા અબોલ પશુઓ ભોજન કરાવનાર ગ્રુપને સેવા કાર્યને મિર્ચી ન્યુઝ પરિવાર [પણ બિરદાવે છે…