અમદાવાદ : અમદાવાદમાં આઈપીએલ શરૂ થાય તે પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. પૂર્વના દુધેશ્વર વિસ્તારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડામાં કરોડોના વ્યવહારો થયા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. અહેવાલો મુજબ અમદાવાદના પૂર્વના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ સુમેરુ કોમ્પ્લેક્સમાં બાતમીને આધારે પીસીબી દ્વારા રેડ કરતા ચાર લોકોની ધરપકડ સાથે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.તેઓની પાસેથી 500 થી વધુ ખાતા મળી આવ્યા છે.100 જેટલા સીમકાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે. આ સાથે લાખોનો મુદ્દામાલ પીસીબીને ટીમે પકડ્યો છે.
રિપોર્ટ મુજબ પીસીબીની ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દૂધેશ્વર વિસ્તારમાં સુમેરુ કૉમ્લેક્સમાં એક ઓફિસમાં રેડ કરી સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 1800 કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતુ હોવાનુ સામે આવ્યુ છે. ઓનલાઈન સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરવા ઓફિસ રાખી હતી. 500થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. 100 જેટલા સીમકાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે. આ સાથે લાખોનો મુદ્દામાલ પીસીબીને ટીમે પકડ્યો છે.
IPl સટ્ટાકાંડમાં રેડ દરમિાયાન નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી મળી આવ્યા છે. જેમા મહાદેવ બક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે. ડાયમંડ એક્સચ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે. ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ 16 જેટલા વોન્ટેડ બુકીઓમાં ઈન્ટરનેશનલ બુકીઓઓના નામ સામે આવ્યા છે. જેમા દુબઈમાં રહેતો બુકી સૌરભ, અમિત,મ માનુષ શાહ સહિતનાનો સમાવેશ થાય છે. સટ્ટામાં દુબઈથી પણ ટ્રાન્જેક્શન થતુ હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે.