અમદાવાદ : આવતીકાલથી ગાંધીનગર ખાતે જી 20 સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે આ સમિટમાં જળ સંપત્તિને લઈને બેઠક યોજાવાની છે. જેથી ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી તા.27 માર્ચના રોજ અટલ બ્રિજની ટિકિટ બપોરે 2:00 વાગ્યા સુધી મળશે. ત્યાર બાદ બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
આગામી તા.27 માર્ચના રોજ #E20Summit અન્વયે અટલ બ્રિજ ની ટિકિટ બપોરે 2:00 વાગ્યા સુધી મળશે તથા બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
આપ સૌનો સહયોગ આવશ્યક છે.#SabarmatiRivetfront #atalbridge pic.twitter.com/O7EhrlmxgS— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) March 26, 2023
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગર ખાતે જી 20 સમિટ અંતર્ગત બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 માર્ચે જળ સંપત્તિને લઈ બેઠક યોજાશે. જેમાં ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરરફ્રન્ટની મુલાકાત લેશે. તેમજ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જની બેઠક પણ આવતીકાલે યોજાશે.જેથી મુલાકાતીઓ માટે બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.