Friday, October 16, 2026

IIT મુંબઈમાં આપઘાત કરનાર અમદાવાદના વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય, મળેલી સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો

spot_img
Share

મુંબઈ : 12 ફેબ્રુઆરી 2023ના રોજ બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચના કરી હતી અને ત્યારથી સીટ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસની તપાસમાં સીટને એક મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે.

દર્શન સોલંકીના મોત બાદ પોલીસને સ્યૂસાઈડ નોટ મળી ન હતી. પરંતુ હવે મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. મુંબઇ પોલીસની વિશેષ તપાસ ટીમને એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ કર્યો છે. આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી પજવણીનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીનું નામ પણ લખવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યું છે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી જે પછી લાગી આવતાં દર્શને આપઘાત કરી લીધો હતો.

દર્શન રમેશ સોલંકી પવઈના IITમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીએ ત્રણ મહિના પહેલા જ કોર્સમાં એડમિશન લીધું હતું. તેની સેમેસ્ટરની પરીક્ષા શનિવારે જ સમાપ્ત થઈ હતી. તપાસમાં માલૂમ પડ્યું કે, દર્શન સોલંકી હોસ્ટલસ 16 બીના આઠમા માળ પર રહેતો હતો. દર્શને હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. જ્યારે તે નીચે કૂદ્યો તો જોરથી અવાજ આવ્યો, તો તરત જ અન્ય વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા હતા, તેઓએ જોયુ તો દર્શન જમીન પર લોહીથી લથબથ પડ્યો હતો. દર્શન સોલંકીના મોત બાદ પોલીસને મૃતક વિદ્યાર્થી પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરંતુ હવે એક નોંધ મળી આવી છે.

બોમ્બે IITના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોત મામલે તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેઓએ કોઈના દબાણ અને ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો તેમજ તટસ્થ તપાસ કરવા કહ્યુ હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...