અમદાવાદ : નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં દરેક માઇ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક યજ્ઞો થતા હોય છે. બુધવારના રોજ ચૈત્રી આઠમે નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરે સવારે આરતી બાદ 9.00 કલાક થી નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં સમીર શાહ અને દીપા સમીર શાહ સહીત અનેક લોકોએ નવચંડી યજ્ઞમાં લાભ લીધો હતો. તેમજ સાંજના ૫:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રી 8-30 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.
નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરને પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખાસ પ્રકારે શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને ધજા ચડાવવામાં આવી હતી.બુધવારે પણ ચૈત્રી આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હોવાથી માતાજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે કોઈ મોટા ધાર્મિક ઉત્સવો થયા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ નહિવત થતા વર્ષોની પરંપરા મુજબ બધા ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ચૈત્રી નવરાત્રિનું મહત્વ ખાસ ગણવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનેક માઇભક્તોને સાચી શ્રદ્ધાથી અરજ કરનાર માતાનો પરચો મળી રહે છે. ન્યુ રાણીપના એક માઇભકતે પ્રથમ નોરતે છેલ્લા 11 મહિનાથી અટકેલ કામ અંગે અંબાજી મંદિર ખાતે ખાસ અરજ માઇભક્ત સમીર શાહ દ્વારા કરવામાં આવતા આઠમા નોરતે જ સારા સમાચાર મળતા મંદિર ખાતે માથું ટેકવી આશિર્વાદ લીધા હતા.આમ આવા અનેક પરચા મળતા મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા થયા છે.