અમદાવાદ : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત અને દેશ માટે એક લેન્ડ માર્ક બની ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવમાં ઉમેરો થઇ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કંપની અમદાવાદીઓ માટે વોટર સ્પોર્ટની એક ભેટ આપવા જઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ બોટનો ઉમેરો થઇ રહ્યો છે. આથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં વધારો થશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટની શરૂઆત થઇ રહી છે. કિયાકિંગની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માણી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે.
રિવરફ્રન્ટ પર શુક્રવારથી 10 કાયાકિંગ બોટ શરૂ કરવામાં આવશે. કેળાના આકારની આ બોટ ડૂબે નહીં તેવી છે. લોકો સિંગલ કે ડબલ સીટર બોટમાં એક સ્લોટ અડધાથી પોણા કલાકનો રહેશે. કાયાકિંગ બોટ માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા નથી પરંતુ વ્યક્તિ દીઠ રૂ.300 કે તેથી વધુ ટિકિટ રહેવાની શક્યતા છે.
શુક્રવારે લોકાર્પણ પછી શનિવારથી લોકો માટે શરૂ કરાશે. 12 વર્ષથી ના બાળકને સિંગલ બોટ નહીં મળે. બોટિંગનો સમય સવારે 6થી સાંજે 6 સુધીનો રહેશે. ટિકિટ માત્ર ઓનલાઈન મળશે.