અમદાવાદ : મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે તો ઉપાડતાં પહેલા સૌ વાર વિચાર કરવો પડે તેવી હવે સ્થિતિ આવી છે. હવે અમદાવાદ સહીત ગુજરાતમાં હવે પણ હનીટ્રેપની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલા સુરત-ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ હનીટ્રેપનો બનાવ સામે આવ્યો છે. આ વખતે એલિસબ્રિજ વિસ્તારનો યુવાન રુપાળી છોકરીના મોહમાં આવી જઈને ફસાયો હતો અને આ રીતે તેણે સવા લાખ રુપિયા ગુમાવ્યાં હતા.
શહેરમાં હનીટ્રેપના એક ચોંકાવનારા કિસ્સામાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી એક યુવકનો નગ્ન વીડિયો ડાઉનલોડ કરીને એક યુવતીએ સવા લાખ રૂપિયા પડાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. છોકરીએ એલિસબ્રિજના એક યુવકને વીડિયો કોલ કર્યો હતો. યુવકે આ વીડિયો કોલ ઉપાડ્યો ત્યારે તેની સામે યુવતી નગ્ન અવસ્થામાં દેખાઈ હતી. યુવતીએ પ્રેમભરી વાતો કરીને યુવકના કપડાં ઉતારી નાખ્યા હતા. ત્યારબાદ યુવતીએ તેને રેકોર્ડ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
જે બાદ યુવકને કીધું હતું કે, તમારે આ વીડિયો રાખવો છે કે ડિલીટ કરવો છે? યુવકએ વીડિયો ડિલીટ કરવાનું કહેતા સામેવાળી વ્યક્તિએ રૂપિયા 5 હજાર માંગ્યા હતાં. યુવકએ 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કરતાં તેને જુદી-જુદી રીતે ડરાવી ધમકાવીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કુલ રૂપિયા સવા લાખ પડાવી લીધા હતાં. આ પછી અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આ વીડિયો માટે વધુ પૈસાની માંગણી કરી હતી. જેનાથી કંટાળી એલિસબ્રિજના આ યુવાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.