અમદાવાદ : અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. વિગતો મુજબ આ મલ્ટીલેવલ પાર્કિંગમાં એક હજાર વાહન પાર્ક થઈ શકશે. આગામી 1 મહિનામાં લોકો માટે પાર્કિંગ ખુલ્લું મુકાઇ શકે છે. આ સાથે મલ્ટીલેવલ પાર્કિંગથી અટલ બ્રિજ જવા માટે કોરિડોર બનાવાયો છે.જેનાથી અટલબ્રિજના મુલાકાતીઓ આસાનીથી વાહન પાર્ક કરી શકશે.
અમદાવાદ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેને લઈ પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. આ સાથે પાર્કિંગ સ્લોટ કેટલા છે તે માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી. જેમાં દરેક માળના સ્લોટની LED સ્કીન પર માહિતી જોઈ શકાશે. આ મલ્ટીલેવલ પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે. આ મલ્ટીલેવલ પાર્કિંગ આગામી 1 મહિનામાં લોકો માટે ખુલ્લું મુકાઇ શકે છે.