અમદાવાદ : અમદાવાદના સાબરમતી વિધાનસભા કાર્યાલય ખાતે ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સ્વામિનારાયણ પાર્ક ખાતે આવેલ કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ ફરકાવી બાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓને ટીવીના માધ્યમથી સંબોધનને નિહાળવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના હોદ્દેદારો, ભાજપના હોદ્દેદારો તથા રાણીપ વોર્ડના કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે, આજે ભારત પહેલા કરતા વધારે સક્ષમ બન્યું છે. વડાપ્રધાન મોદીએ આજના હનુમાન જયંતીના તહેવાર પ્રસંગનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, હનુમાનજીના જીવન પ્રસંગથી પ્રેરણા મળે છે. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીને કચ્છથી પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી કેરળ સુધી છાપ છોડ્યાની વાત કરી હતી. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા નડ્ડાએ જણાવ્યું હતું કે, ‘અમારા કાર્યકર્તાઓએ પાર્ટીને સ્થાપિત કરી છે.’