અમદાવાદમાં : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારીઓ અને ફાસ્ટફૂડની હોટલો વગેરેમાં શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા, ગોતા, સરખેજ, વેજલપુર, સેટેલાઈટ, જોધપુર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસે આવેલી Adis એગ્સ એન્ડ ચિકન નામની ફાસ્ટફૂડની હોટલમાં રસોડામાં જીવાત અને એક્સપાયરી ડેટ વાળો માલ વાપરવામાં આવતો હોવાથી હોટલને સીલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શનિવારે પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારના ઉત્તર ને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતા ચાંદલોડિયા, ગોતા સરખેજ, વેજલપુર, મકતમપુરા, જોધપુર વગેરે વિસ્તારમાં દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતા ચાંદલોડિયામાં આવેલી એક એક્સ એન્ડ ચિકનની હોટલમાં કિચનમાં જીવાત અને એક્સપાયરી ડેટ વાળો માલ મળી આવ્યો હતો જેથી હોટલને સીલ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 6 દુકાનો સીલ કરી છે.એક અઠવાડિયામાં 1396 એકમોમાં ચેકિંગ કર્યું હતું. 123 જેટલા નમૂના અલગ અલગ લીધા છે.