અમદાવાદ : ઉનાળામાં પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓ કફોડી સ્થિતિમાં મૂકાય છે ઘણીવાર પાણી ન મળવાના કારણે ઉનાળામાં અસંખ્યા પશુ-પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. પક્ષીઓને આવી ગરમીમાં એક બુંદ પાણી પણ મળી જાય તો તેમનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓ માટે પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ શરૂ કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ નિવૃત DYSP તરુણભાઈ બારોટના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઝંખનાબેન શાહે જણાવ્યું હતું કે તરુણભાઈ બારોટ અમારા દરેક સેવાકીય કાર્યમાં હરહંમેશ અમારી સાથે રહીને અમારા કાર્યને પ્રોત્સાહન આપે છે.
આ કેમ્પ દરમ્યાન સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે બાપુનગર વોર્ડના સ્થાનિક કાઉન્સિલર જયશ્રીબેન દાસારીએ કૅમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.કરૂણાના દરેક સ્વયંસેવકનો દિલ થી આભાર વ્યકત કરીએ છે જેમના સહયોગ વગર આ કાર્ય શક્ય નહોતું. લોકોનો પણ ખુબજ સારો પ્રતિભાવ મળ્યો એવું ટ્રસ્ટી ઝંખનાબેન શાહે જણાવ્યું હતું.