અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઈ ઈન્કમ ગ્રૂપ (HIG) રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિવડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. બોર્ડ દ્વારા સોસાયટીના 95 ટકા મકાન રિડેવલમેન્ટ માટે મંજૂર થયા છે. જેમાં 312 માંથી 17 મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડએ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના શાસ્ત્રીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક રામેશ્વર એપાર્ટમેન્ટમાં 312 મકાન છે, જેમાંથી 295 સભ્યોએ કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લઈને રિડેવલપમેન્ટમાં જોડાયા છે. પરંતુ 17 સભ્યો એવા છે જેમને હજી સુધી સમંતિ કરાર કર્યા નથી અને હાલ તેઓ કરવા તૈયાર પણ નથી. જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. સોસાયટીના 95 ટકા લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, પરંતુ 5 ટકા લોકો તૈયાર નથી અને તેઓ વિરોધ પણ કરી રહ્યા છે.
આ અગાઉ હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલ્પમેન્ટમાં અસંમત છે તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓથોરિટી દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને મકાનો દોઢ મહિના પહેલા જ ખાલી કરવાનો હિયરિંગ બાદ ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેઓ ખાલી ન કરતા કાર્યવાહી કરાઈ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરીછે.
એક સ્થાનિકના જણાવ્યા મુજબ મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે અને સોસાયટીને તેની જરૂર પણ છે. સોસાયટીમાં બહુમત લોકોને રિડેવલમેન્ટમાં જવું છે. સોસાયટીમાં 150 જેટલા સભ્યોએ મકાનો પણ ખાલી કરી દીધા છે અને તેમના ભાડા પણ ચાલુ થઈ ગયા છે.