અમદાવાદ : એક તરફ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય તેના માટે ખૂબ વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જ સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાઇબર ઠગાઈ કરી રહ્યા છે તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે વડીલો સાયબર ક્રાઇમ તથા સાઇબર ફ્રોડના ભોગ બને નહીં તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પોલીસની ટીમ પોતાના વિસ્તારમાં દરરોજ 10 સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કરશે.
વડીલોના મકાનો પચાવી પાડવા આવ્યા હોય.તેમની સાથે ચીટિંગ અથવા તો વિશ્વાસઘાત થયો હોય તેમને પરિવારના સ્વજનો કે અડોશ પડોશના લોકો દ્વારા પરેશાન કરવામાં આવતા હોય ત્યારે જો વડીલો પોતાની ફરિયાદ લઈને શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાય તો મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં તેઓને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કે સહાય મળતી નથી.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત વડીલોની રૂબરૂ મુલાકાત લઇ તેમના પ્રશ્નો સાંભળી તેમને યોગ્ય મદદ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવી હોવાની વાતો શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસના અભિયાન અંગે માહિતી આપતા તો સિનિયર ઓફિસરોએ જણાવ્યું હતું કે, હવેથી પોલીસ મથકોમાં કાર્યરત શી ટીમ દરરોજ પોતાના વિસ્તારના ઓછામાં ઓછા 10 સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લેશે. તેમને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અંતર્ગત જુદી જુદી બાબતોથી માહિતગાર કરશે. આ ઉપરાંત વડીલોને પડતી અન્ય મુશ્કેલીઓની જાણકારી મેળવી સિનિયર ઓફિસરોને તે બાબતથી માહિતગાર કરશે.