અમદાવાદ: પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. અમદાવાદ AMTS ડ્રાઇવર અને કંડક્ટરની માનવતા મહેકી ઉઠી હતી. બસમાં રોકડ રૂપિયા અને સોનાની ચેઇન મળી આવતા AMTS ડેપો ખાતે જમા કરાવ્યુ હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMTSની રૂટ નંબર 51 શટલ બસ નંબર બસના ડ્રાઇવર રોશનલાલ અને કંડક્ટર મુકેશભાઇ જે બસ ચલાવી રહ્યા હતા. તેમાં કોઇ પ્રવાસી દ્વારા સાંજના સમયે રૂપિયા 40 હજાર રોકડા અને સોનાની ગળાની ચેન જેનું વજન 10.090 ગ્રામ તથા પરચૂરણ વસ્તુ ભરેલી થેલી મળી આવી હતી. કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા પૈસા ભરેલી થેલી અને સોનાની ચેન સુરક્ષિત AMTS ડેપો ખાતે ઉચ્ચધિકારીની હાજરીમાં જમા કરાવેલ હતી.
લાલ દરવાજા ડેપો બાદ અધિકારીઓ દ્વારા પૈસા ભરેલા થેલી અને સોનાની ચેઇન જમાલપુર મુખ્ય બિલ્ડીગ ખાતે જમા કરાવી દેવામાં આવી હતી. જો AMTS સ્ટાફ દ્વારા ખાનગી તપાસ થતા કોઇ વારસદાર મળ્યું ન હતુ. જેથી આખરે AMTS મુખ્ય બિલ્ડીગ જમાલપુર ખાતે પૈસા અને સોનાની ચેન જમા કરાઇ છે.
કંડક્ટરે ભૂતકાળમાં પણ અંદાજિત છ મહિના પહેલા તેમની બસમાં એક પ્રવાસી રૂ 5000/- રોકડા ભરેલું પર્સ ભૂલી ગયેલ. જે થોડા જ સમયમાં લાલદરવાજા ઓફિસમાં પ્રવાસી આવતા કંડકટરને રૂબરૂ બોલાઈ ખરાઈ કરી તેમને જમાં આપેલ હતું.
AMTSના ડ્રાઇવર માટે હમેશાં કહેવાય છે કે, તેઓ બેફામ બસ ચલાવે છે. પરંતુ આજે પણ આ પ્રકારના ઘટના સામે આવતા ડ્રાઇવર અને કંડક્ટર સામે જોવાનો દ્રષ્ટીકોણ જ બદલાઇ જાય છે. આથી કહેવાય છે કે, હજુ માનવતા મરી પરવારી નથી, માનવતા હજુ પણ મહેકે છે.