અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ વસાહતોના મકાનોના રિડેવલમેન્ટ અને દસ્તાવેજના પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવતા હાઉસીંગ મંડળોએ રિડેવલમેન્ટની પ્રક્રિયામાં ગતિ લાવવા દસ્તાવેજ સહિતનાા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાઉસિંગ વસાહતોના મકાનોના રિડેવલમેન્ટ અને દસ્તાવેજના પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવતા ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ અને હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા રિડેવલમેન્ટની પ્રક્રિયામાં ગતિ લાવવા દસ્તાવેજ સહિતનાા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરતા જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વસતા લઘુ અને મઘ્યમ વર્ગના રહીશો એ ભૂતકાળમાં જરૂરિયાતો આધીન મકાન ખરીદ્યા તથા બાંધકામ વધારેલ છે અને તેમાંથી કેટલાકના દસ્તાવેજ કરવાના હજુ બાકી પણ છે. તેઓ હાલમાં દસ્તાવેજ કરાવવા જાય તો વધારાના બાંધકામ પર પ્રવર્તમાન જંત્રી મુજબ વહીવટી વપરાશ ચાર્જ અને પેનલ્ટી લેવામાં આવે છે. જે પ્રવર્તમાન જંત્રીના ભાવમાં પણ ખુબ ઊંચી કિંમત આવે છે, ક્યારેક એવું પણ બને છે કે મૂળ કિંમત કરતા આ બધા ચાર્જ અનેક ઘણા વધી જાય છે જેથી લોકો દસ્તાવેજ કરાવી શકતા નથી.તો તે વધારાના બાંધકામના વપરાશ વહીવટી ચાર્જ નો પ્રજાને પોસાય તેવો લઘુતમ ચોક્કસ દર નક્કી કરી દસ્તાવેજ કરી આપવાની જોગવાઈ કરવી, ઉપરાંત પાવર ઓફ અટોર્ની સંબંધિત ચાર્જ દૂર કરવો જોઈએ.
ભુતકાળમાં વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી સરકાર દ્વારા અપાયેલ પ્રજાલક્ષી દસ્તાવેજ પેકેજ જેવા રાહત પેકેજ આપવામાં આવે તો હાલના સંજોગોને ધ્યાને લેતા દસ્તાવેજ ઝડપી થશે અને રિડેવલોપમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે. જે તે સમયે આપેલ રાહત પેકેજના મુદ્દાઓ કે આજે પણ હાઉસિંગની પ્રજા આવા રાહત પેકેજની અપેક્ષા કરી રહી છે…