અમદાવાદ: રાજ્યમાં નવી જંત્રીના ભાવને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે જંત્રીના નવા ભાવ જાહેર કર્યા છે. ખેતી અને બિનખેતીની જમીનની જંત્રીના દરમાં બે ગણો વધારો કરવામા્ં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ઓફિસરના ભાવમાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દુકાનના જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે.મીડિયાને આપેલી વિગતોનુસાર નવા જંત્રી દર આગામી 15 એપ્રિલ 2023 થી અમલમાં આવશે અને આ માટેનો નવા દરો રાજ્ય સરકારે જાહેર કર્યા છે. બિનખેતી અને ખેતી સહિત દુકાનો અને ઓફિસોમાં કેટલા જંત્રીના દર રહેશે તેની વિગતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજયમાં જંત્રીના દરો ગત 04 ફેબ્રુઆરીથી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે જેનો અમલ બાદમાં 15 એપ્રિલ 2023 થી કરવાનુ ઠરાવેલ હતુ. આમ જંત્રીના દરો કેવી રીતે અને કેટલા દરથી અમલમાં આવશે એ અંગેની સ્પષ્ટતા સાથેની વિગતો રાજ્ય સરકારે જાહેર કરી છે જે નીચે મુજબ છે.
આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
જયારે Composite rate (જમીન તથા બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું
ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું
દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવાનુ
બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનુ ઠરાવ્યુ છે.
પ્રીમિયમના દરમાં ઘટાડો
ખેતી થી ખેતીઃ 25% ના બદલે 20%
ખેતી થી બિનખેતીઃ 40% ને બદલે 30%
પેઈડ FSI માટે નિર્ણય
પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.
પેઈડ FSI માટે નીચે મુજબના ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.
ઝોન | RAH ઝોન | Residential R 1 | Residential R 2 | TOZ | Tall Building | ||
50 ચો.મી | 50 થી 66 ચો.મી. | 66 થી 90 ચો.મી. | |||||
જંત્રીની ટકાવારી | 5% | 10% | 20% | 30% | 30% | 30% | 40% |