અમદાવાદ : અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બની રહ્યુ છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાશે.અને આગામી 2 મહીનામાં અમદાવાદીઓ માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આગામી બે મહીનામાં લાલ દરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે. લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 મહીનામાં અમદાવાદીઓ માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું. જોકે લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 8.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવી રહ્યુ છે.