અમદાવાદ : અમદાવાદમાં ભ્રષ્ટાચારના પિલ્લરોથી ઉભો કરાયેલ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના નિર્ણય બાદ વધુ એક નિર્ણય આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન દ્વારા વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય બાદ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે હવે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ બ્રિજ બનાવવા માટે ટેન્ડર કરી અને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવામાં આવશે. હાલમાં પલ્લવ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પલ્લવ- પ્રગતિનગર ફ્લાવર બ્રિજ માટે હવે અન્ય કોન્ટ્રાકટર મારફતે કરાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. પ્રિન્સિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર સામે ક્રિમિનલ કેસ નોંધાય છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હવે અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી આ બ્રિજની કામગીરી હાલ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે નહીં.