અમદાવાદ : અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જયંતિ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલના રોજ વિશાળ શોભાયાત્રા નીકળશે. ભાગવત વિદ્યાપીઠથી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે અમદાવાદ શહેરના પશ્ચિમના મુખ્ય માર્ગો ઉપર ફરીને નવા વાડજમાં વ્યાસ વાડી ચાર રસ્તા પાસે આવેલ પરશુરામ ચોક પાસે પૂર્ણ થશે. શોભાયાત્રામાં સંતો મહંતો હાજર રહેશે. શોભાયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે રવિવારે નવા વાડજમાં આવેલ પરશુરામ ચોક ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ વિભાગ-4 ના પ્રમુખ કનુભાઈ રાવલના જણાવ્યા મુજબ ભગવાન પરશુરામ શોભાયાત્રા સમિતિ દ્વારા આ વિશાળ શોભાયાત્રા ભાગવત વિદ્યાપીઠથી પ્રસ્થાન કરી ચાણક્યપુરી ચાર રસ્તા, પ્રભાત ચોક, કે કે નગર રોડ, ઉમિયા હોલ, નિર્ણયનગર ગરનાળા, પૂજન હોસ્પિટલ, શાંતારામ હોલ, રામેશ્વર મહાદેવ, નિશાન સ્કૂલ, નીલકંઠ મહાદેવ ચાર રસ્તા, નેમીનાથ સોસાયટી, રાણીપ શાક માર્કેટ, રામજી મંદિર રાણીપ, ભક્તિનગર સોસાયટી, સૌરભ સ્કૂલ 132 રીંગ રોડ, નેશનલ હેન્ડલુમ હાઉસ થઈને પરશુરામ ચોક વ્યાસવાડી ખાતે 12:00 વાગે પહોંચશે.