અમદાવાદ : સોમવાર 17 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. જેના માટે તમારે જરુરી કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, આ યાત્રા માટે 13 થી 70 વર્ષ સુધીના લોકો જ ઓનલાઈન આવેદન કરી શકે છો પરંતુ 6 અઠવાડિયાથી વધુ પ્રેગ્નેટ મહિલાઓને આ યાત્રા માટની પરવાનગી નથી.
જો તમે ભારતીય નાગરિક છો અમરનાથ યાત્રા માટે તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવા માટે નિયુક્ત બેંક શાખાઓ દ્વારા પ્રતિ યાત્રી દીઠ 120 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફી 220 રૂપિયા પ્રતિ પેસેન્જર છે. બીજી તરફ, જો તમે NRIની સિરીઝમાં આવો છો, તો તમારે PMB દ્વારા 1520 રૂપિયા પ્રતિ યાત્રી ફી ચૂકવવી પડશે.
યાત્રા 2023 થી શરુ કર્યા પહેલા તમામ રજીસ્ટર યાત્રિકો માટે જમ્મુ કાશ્મીર સ્થિત કોઈ પણ કેન્દ્રમાંથી આરએફઆઈડી કાર્ડ મેળવવાનું રહેશે. યાત્રા દરમિયાન ગળામાં આરએફઆઈડી ટેગ પહેરીને રાખો.
આવી રીતે કરો ઘરે બેસી રજિસ્ટ્રેશન
દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ, જમ્મુ અને કાશ્મીર બેન્ક અને યસ બેન્ક દ્વારા એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
નિયુક્ત બેંક શાખાઓની યાદી અમરનાથજી યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે.
ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ https://jksasb.nic.in પર કરી શકો છો.
ઓનલાઈન રજિસ્ટ્રશન માટે લિંક એસએએસબીની મોબાઈલ એપ શ્રી અમરનાથજી યાત્રા પર ઉપલબ્ધ છે. જે ગુગલ પ્લે પર ઉપલ્બધ છે.
પંજાબ નેશનલ બેંક જમ્મુ દ્વારા ચુકવણી કરવા માટે cojkitd@pnb.co.in પર જાઓ.
આવી રીતે કરાવો ગ્રુપ રજિસ્ટ્રેશન
જો તમે આ ગ્રુપની સાથે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો 5 થી 50થી ઓછી સંખ્યા ધરાવતા ગ્રુપે SASB ને પોસ્ટ દ્વારા તમામ સભ્યોના જરૂરી દસ્તાવેજો મોકલીને ગ્રુપ નોંધણી માટે અરજી કરી શકે છે. તમે વેબસાઇટ https://jksash.nic.in પર આપેલા સરનામા પર તમામ માહિતી મોકલી શકો છો.
જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો.