અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેના એક બંગલોમાં બર્થડે પાર્ટી પર દારૂની મહેફીલ માણવામાં આવી રહી હતી. જેની માહિતી આનંદનગર પોલીસને મળતા પોલીસે બંગલા પર પહોંચીને રેડ પાડીને 8 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બિલ્ડરનો દીકરાનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા રાજદીપ વિલા-1 બંગ્લોમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી આનંદનગર પોલીસને મળતા પોલીસે રાજદીપ વિલા-1 બંગ્લોમાં રેડ પાડી હતી. જેમાં શહેરના અગ્રણી બિલ્ડરના પુત્રના બર્થડે પાર્ટી દરમ્યાન બંગલામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી.જેના આધારે પોલીસે તપાસ કરીને 8 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બિલ્ડરનો દીકરા અને ભત્રીજાનો પણ સમાવેશ થાય છે.
આનંદનગર પોલીસ દ્વારા આ કેસમાં પકડાયેલા લોકો સામે અગાઉ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.આ કેસમાં પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા યુવકો એક જગ્યા પર એકઠા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા હતા.તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા લોકો સામે દારૂબંધીના ભંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ધરપકડ કરાયેલ આઠ લોકો…
નવીન વાસવાની – રાજદીપ વિલા 1 આનંદ નગર
કપિલ વાસવાણી – રાજદીપ વિલા 1 આનંદ નગર
હરિજિત ગુલબાની – વેનીસન વિલા, શીલજ
પ્રવીણ મહેતાણી – પુષ્પક બંગલો, બોપલ
દીપ ઠક્કર – સન રાઈઝ પાર્ક, વસ્ત્રાપુર
નિખિલ મહેતાણી – અમ્ર પલાસ બંગલો, સેટેલાઇટ
રાહુલ વાઘેલા – નીલકંઠ રેસી, નારણપુરા
જય સુરતી – સેન્ટર પોઇન્ટ, આંબાવાડી