અમદાવાદ : શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની 10મા માળેથી ફેંકીને હત્યા કરી દેવાઈ છે. પોલીસ કંન્ટ્રોલમાં મેસેજ મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આ ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.
નવજાત બાળક રમતા રમતા પડી ગયું કે પછી કોઈનો ધક્કો લાગ્યો છે કે તેને મારી નાંખવામાં આવ્યું છે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ આ બાબતે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિત તમામ વસ્તુઓ કબજે લઈને તેમજ આજુબાજુના લોકોને પૂછપરછ કરીને ઘટના બાબતે તપાસ કરી રહી છે. પરંતુ 10 માં માળેથી બાળક પડી જતાં માથાનો ભાગ ફાટતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.