અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વિધાર્થીઓ ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરે અથવા ઉચ્ચ પરિણામો મેળવે ત્યારે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાય છે, ત્યારે નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં સ્કૂલમાં ચાલુ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ શિસ્ત, સમયપાલન અને નિયમિતતામાં મોખરે રહેનાર વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અને સર્ટિફિકેટ આપીને સમ્માનિત કરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ચાલુ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ શિસ્ત, સમયપાલન અને નિયમિતતામાં મોખરે રહ્યાં હતા, તેઓને પ્રોત્સાહન ઇનામ અને સર્ટિફિકેટ આપીને સમ્માનિત કર્યા હતા. સ્કૂલ દ્વારા આવી અનોખી પહેલ કરીને બીજા વિદ્યાર્થીઓ સામે એક દાખલો રજૂ કર્યો જેથી અન્ય વિધાર્થીઓ પણ તેઓના કાર્યથી પ્રેરણા લઇ પ્રોત્સાહિત થાય.
આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને આચાર્ય દીપકભાઈ પટેલે સહીત અન્ય સ્ટાફગણે વિદ્યાર્થીઓને આશીર્વચન કહ્યા હતા.