અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટી ખાતે સિન્ડિકેટ બેઠક મળી હતી. જેમાં નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે GIPL ને કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 5 મે 2023થી નવા વર્ષની શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે પ્રિ- રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂ કરાશે. યુજીના તમામ કોર્સ જેમકે, બીકોમ, બીએ, બીએસસી, બીબીએ, બીસીએ, એલએલબીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 350 કોલેજોમાં અંદાજે 70 હજાર બેઠકો માટે આગામી શૈક્ષણિક વર્ષ માટે 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઇન પ્રવેશ માટે 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી વિદ્યાર્થીએ ભરવી પડશે. આ પ્રવેશ પ્રક્રિયા માટે સિન્ડિકેટની બેઠક મળી હતી. તેમાં 5 મેથી પ્રિ-રજિસ્ટ્રેશન વિદ્યાથીઓ કરી શકશે.
ગુજરાત યુનિવર્સીટી દ્વારા આ વર્ષે કોમર્સ અને સાયન્સના બે તેમજ આર્ટ્સમાં એક રાઉન્ડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ કોલેજને પ્રવેશ માટેની નિયમ મુજબ સત્તા સોંપવામાં આવશે. ગુજરાત યુનિવર્સીટી હસ્તકની 350 કોલેજોમાં અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રતિ રજીસ્ટ્રેશન 68 રૂપિયા ચાર્જ પેટે GIPL ને ચુકવવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયા માટે GIPL સિવાય GNFC અને NIC પાસેથી બીડ મંગાવવામાં આવી હતી. આ સિવાય ગુજરાત યુનિવર્સીટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે કહ્યું કે, સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જે તે વિભાગની કમિટી દ્વારા સમયસર પૂર્ણ કરાશે.