Tuesday, May 12, 2026

હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

spot_img
Share

કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે 25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન બાબા કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ ખાસ અવસરે મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની મધૂર ધૂન સાથે ભગવાન કેદારનાથના કપાટ સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કપાટ ખોલ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા હતા.મંદિરના કપાટ ખુલ્યા બાદ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા.

આ બાજૂ મંદિર કપાટ ખુલવાની પૂર્વ સંધ્યા પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સોમવારે સાંજે ગુપ્તકાશી પહોંચ્યા અને યાત્રા વ્યવસ્થાની જાણકારી લીધી. ધામીએ કહ્યું કે, રાજ્યમાં ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, દેવોની કૃપાથી આ વખતે યાત્રામાં ગત વર્ષની અપેક્ષાએ શ્રદ્ધાળુઓ વધારે આવશે અને ચારધામના દર્શન કરી પુણ્યના ભાગી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...