અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં આવેલ ધરતી વિકાસ મંડળ દ્વારા નિઃશુલ્ક 30 મી એપ્રિલના રોજ સવારે 8-30 થી 12-30 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ (Mega Medical) કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મેડિસિન, સર્જરી, સ્ત્રી રોગ, બાળકોના રોગ, નાક-કાન-ગળાના રોગો, આંખની તપાસ, હાડકાની સારવાર, શ્વાસના રોગો, ચામડીના રોગો અને માનસિક રોગોની તપાસ અને સારવાર માટે અમદાવાદના ખ્યાતનામ હોસ્પિટલના નિષ્ણાતો અને ડોક્ટર્સ (Doctor) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન કરી આપવામાં આવશે.જેમાં ઉદઘાટક તરીકે સાંસદ સભ્ય શારદાબેન અનિલભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે જીતેન્દ્રકુમાર રમણલાલ પટેલ (ભગત) ઉપસ્થિત રહેશે.
-આ મેગા મેડિકલ કેમ્પમાં કેટલીક વિશિષ્ટ સુવિધા અને મેડીલીંક હોસ્પિટલ, સેટેલાઈટ તરફથી ડાયાબિટીસના દર્દીઓને સુગર ટેસ્ટ, BMI, BMD ટેસ્ટ (હાડકાની તપાસ) જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય કરી આપવામાં આવશે.
-CIMS હોસ્પિટલ- સાયન્સ સીટી તરફથી દર્દીઓને હૃદયની તપાસ માટે કાડિયોગ્રમ (ECG) જરૂરિયાતમંદ દર્દીઓને તથા ડાયાબિટીસના દર્દીઓને સુગર ટેસ્ટ વિનામૂલ્ય કરી આપવામાં આવશે.
-જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ લોહીની તપાસ તથા પેશાબની તપાસના રિપોર્ટ કરાવનાર હોય તો ડો. સ્વીટીબેન જે પટેલ (પેથોલોજીસ્ટ) તરફથી રાહતદરે કરી આપવામાં આવશે.
-લોહીની તપાસ તથા પેશાબની તપાસના કરાવેલ રિપોર્ટ ધરતી વિકાસ મંડળની પૂછપરછ ઓફિસમાંથી રિપોર્ટ કરાવ્યાના બે દિવસ પછી મેળવી લેવાના રહેશે.
-જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ ધરતી વિકાસ મંડળ તથા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાહતદરે મળશે.
-ડો.અમિત ગુપ્તા (રેડિયોલોજીસ) અને ઋષિલ આર પટેલ (મેનેજર અને રેડિયો ગ્રાફર) તરફથી X-Ray, MRI sonography રાહતદરે કરી આપવામાં આવશે.(સ્થળ: ઇમેજિન સેન્ટર, ઉસ્માનપુરા)
ઉપરોક્ત મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓને નિદાન કરવા માટે કેસની નોંધણી તારીખ-28-4-2023 સુધીમાં કરાવી ટોકન નંબર લેવા વિનંતી સમય સવારે 12:00 થી સાંજે 5-00…