અમદાવાદ : અમદાવાદમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે AMC એક્શનમાં આવ્યું છે. જેમાં કૌભાંડનો અહેવાલ મીડિયામાં પ્રસારીત થતા બે કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરાઈ છે. AMCએ સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘ એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે.
શહેરના અલગ અલગ સ્મશાનોમાં લોખંડની ઘોડીઓના ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઓછા લાકડા વપરાય તેના માટે તેમજ BPL કાર્ડ ધારકોને જે લાભ મળે છે, તે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતો ન હતો. જેથી આ તમામ સ્મશાનોમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘને બ્લેકલિસ્ટ કરવા માટેની આજે દરખાસ્ત આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. બન્ને કોન્ટ્રાક્ટર સંસ્થાને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને કુલ 24માંથી 12 જેટલા સ્મશાનોની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમદાવાદના અનેક સ્મશાનમાં લોખંડ ની ઘોડીની ચિત્તાઓ મા ફેરફાર કરી મન મરજીથી વધારાની ફીટ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.જેમાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના લોખંડના ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું. કોઈપણ કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ ડિઝાઇનમાં જો ફેરફાર કરવો હોય તો આ બાબતે મંજૂરી લેવાની હોય છે મંજૂરી વિના જ ડિઝાઇનમાં ફેરફાર કરી લાકડા બચાવવાનો હેતુ કોન્ટ્રાક્ટરોની વધુ નફો કમાવવા નો હેતુ સ્પષ્ટ કરતો જોવા મળી રહ્યો છે.ઓછા લાકડાઓ વાપરીને વધુ લાકડાઓ વપરાયા હોવાનો ચાર્જ વસુલીને AMC ને નુકશાન કરાઈ રહ્યા હોવાની વાત બહાર આવી હતી.